આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા પાંખ દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.


All day gujrat

All day gujrat

All day gujrat



પ્રાથમિક શિક્ષકો ના લગતા પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રણશિંગું ફૂંકાયું. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે પ્રશ્ને સરકારશ્રી દ્રારા સૈધ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ પણ ઉદાસીનતા સેવાઈ રહી છે.એ જ રીતે htat ના આર.આર. અંગેના પ્રશ્નનો પણ હજી સુધી કોઈ જ ઉકેલ આવેલ નથી.પાયાનુ કામ કરતા પ્રાથમિક શિક્ષકો પ્રત્યે ના આ ઉદાસીનવલણને લીધે શિક્ષકોમાં રોષની લાગણી પ્રગટી છે.શિક્ષક અને સમાજના હિતને ધ્યાને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ અગાઉ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ આંદોલન નો પ્રારંભ કર્યો છે.જે અંતર્ગત આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા પાંખ દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ તેઓશ્રીએ આવેદનપત્ર સ્વીકારી આગળ ઘટતુ કરવા રવાના કરેલ છે.સરકારશ્રીની કોવિડ ગાઈનલાઈન અને જનસમુદાય ના હિતમાં વધુ સંખ્યા એકત્ર કરવાના બદલે પ્રાથમિક શિક્ષકોના પ્રતિનિધિરૂપે જિલ્લા શૈક્ષિક સંઘ ના જિલ્લા મહામંત્રી ચિરાગ પટેલ,અને મહેસાણા તાલુકા પ્રમુખ પંકજભાઈ પટેલે આવેદનપત્ર આપ્યું હતું અને આગામી આઠમી ડિસેમ્બર થી સદર વ્યાજબી માંગણીઓ માટે ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ યોજવાનું જણાવ્યું હતું.





આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા પાંખ દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Comments