શિક્ષકોની બદલીઓ અંગે સમાચાર

 પ્રતિ શ્રી,


વિષય: શિક્ષકોની બદલીઓ અંગે


જય ભારત સાથ જણાવવાનું કે હાલ ગુજરાત રાજ્ય માં શિક્ષકો ની બદલીઓ જે દર વર્ષે યોજાતી હૉય જ છે એમાં કોઈ નવીન બાબત નથી .ઘણીવાર શિક્ષકોની બદલીઓ માટે પણ રજુઆત કરવામાં આવી જ છે.હાલ વધ ઘટ કેમ્પ પુરા થાય એ માટે આપ સાહેબો સંપૂર્ણ સહયોગ આપશો.કોઈ પણ જિલ્લા માં કોઈ પણ તાલુકા માં નિયમ મુજબ જ કેમ્પ થવા જોઈએ.જો નિયમ મુજબ કેમ્પ માં કોઈ શિક્ષક ને અન્યાય થાય તો લેખિત વાંધા અરજી સ્વીકારી dpeo શ્રી અને નિયામકશ્રી અને રાજ્ય ના સંઘ પ્રમુખ શ્રી ને પણ જાણ  ચેનલ મારફત કરશો.હાલ ઘણી શાળાઓ માં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે સરકાર સમક્ષ ભરતી 1થી5 ની અને 6થી8 ની કરવાની છે એની સ્પષ્ટ મહેકમ પણ તૈયાર થાય અને જે જિલ્લા માં સાચા અર્થ માં ઘટ હોય ત્યાં જ 1થી5 ની જગ્યા ખાલી હોય તો વર્ષો થી વતન થી દુર નોકરી કરતા શિક્ષકો ના જિલ્લાફેર /તાલુકાફેર પણ યોજવાના છે અને 6થી8 માં પણ જે જિલ્લા માં ઘટ છે ત્યાં 100%જગ્યાઓ ખોલી શિક્ષકોની  જિલ્લાફેર બદલીઓ થાય તો ખાલી જગ્યા પણ ભરી શકાય  ત્યાર બાદ ખાલી રહેતી જગ્યા માં dpeo શ્રી ભરતી માટેની મહેકમ સરકાર ને મોકલો શકે.

અગાઉ પણ પહેલા બદલી થયા બાદ જે જિલ્લા માં ઘટ હોય એજ જિલ્લા માં ભરતી થશે.


દરેક ની ખાસ વિનંતી છે કે 31 ડિસેમ્બર સુધી તમામ પ્રક્રિયા પુરી કરવા માટે ખાસ સાથ અને સહકાર આપે.

ત્રણ વર્ષ થી એક તરફી જિલ્લાફેર ના થતા આ સમસ્યા આવવાની જ હતી પણ પ્રોપર નોકરી કરતા તાલુકા ના શિક્ષકો અને વધ માં ગયેલા તાલુકા બહાર ગયેલા શિક્ષકો માં માતૃશાળા ના લાભ મળે એ માટે ત્રણ વર્ષ થી એક તરફી જિલ્લાફેર યોજવામાં આવ્યા નથી અને તાલુકાફેર પણ યોજવામાં આવ્યા નથી.

હાલ તાલુકાફેર ના કેમ્પ સ્કીપ કરેલા છે એવા સમાચાર પણ મળ્યા છે .એટલે વધ ઘટ પછી એક તરફી  જિલ્લાફેર પણ યોજવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.તો આપ સૌ સાથ અને સહકાર આપશો એવી ખાસ વિનંતી છે.અને જો સ્કીપ નહીં કરે તો તાલુકા ના માંગણી મુજબ બદલી કેમ્પ/અરસ પરસ તાલુકાફેર/અને એક તરફી જિલ્લાફેર/અરસ પરસ જિલ્લાફેર ના કેમ્પ ની માંગણીઓ કરવામાં આવેલી છે અને જે જી આર 2012 નો બનેલો છે એ પ્રમાણે નિયમ મુજબ કોઈ ને પણ અન્યાય થાય નહીં એ પ્રમાણે કેમ્પ આવવા જોઈએ.આપ દરેક કેમ્પ નિયમ મુજબ કેમ્પ કરાવી પોતાની યશ કીર્તિ વધારો એવી શુભેચ્છા.

Comments