ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ.....

                                                   


ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ.....

(1) તમામ શાળાની ઝોન પ્રમાણે મીટીંગ.......

(2) ભંગાર માટેની તમામ યાદીઓ

ડેડસ્ટોકમાં હોય અને શાળામાં હયાત ન હોય તેવી વસ્તુઓની યાદી

ડેડસ્ટોકમાં ન હોય અને શાળામાં હયાત હોય તેવી વસ્તુઓની યાદી (શાળામાં રજીસ્ટર બનાવવું)

બિન વપરાશી વસ્તુઓની યાદી 

નિકાલ કરવા પાત્ર ભંગારની યાદી 

(3) આ તમામ યાદીઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ વસ્તુઓ અને એમપીશ્રી, એમએલએશ્રી, અને દાતાશ્રી દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ કરવાનો રહેશે. નોંધ:- એસએસએ(SSA) ની કોઈપણ વસ્તુ દર્શાવવી નહીં.

(4) શાળામાં ભારે સામાન સિવાય તમામ વસ્તુઓ ભંગાર નિકાલના અગાઉના દિવસે નીચેના વર્ગખંડમાં રાખવાની રહેશે.

 (5) જે શાળામાં ઓછો સામાન હોય તે શાળાઓએ 300 રૂપિયા ભાડાને ધ્યાને લઈ જે શાળામાં ભંગાર   નિકાલ થતો હોય ત્યાં લાવવાનું રહેશે. 

(6) મિટિંગમાં કચેરીના પરિપત્ર મુજબ બીન વપરાશી વસ્તુઓ જેવી કે લાકડાની બેન્ચ, લાકડાની ખુરશી, લાકડાનું ટેબલ, લાકડાના કબાટ, લોખંડની બેન્ચ, લોખંડની ખુરશી, લોખંડનું ટેબલ, plastic ફાઇબર ની વસ્તુઓ સ્ટીલની વસ્તુઓનો નિકાલ કરવાનો રહેશે..

(7) ઈલેક્ટ્રીક ભંગારમાં પંખા, ટયુબલાઈટ અને મોટર તેમજ આરો પ્લાન્ટનો સમાવેશ કરવાનો રહેશે.

(8) ભંગાર નિકાલના દિવસે પંચરોજકામ માં દર્શાવેલ તમામ વ્યક્તિઓ હાજર રહેવાનું રહેશે. અને તે દિવસે જે તે શાળાના આચાર્યશ્રી / કેંદ્રાચાર્યશ્રીની રજા મંજૂર કરવામાં આવશે નહીં.  

(9) (૧) આચાર્યશ્રી, કેન્દ્ર આચાર્યશ્રી, એસએમસી અધ્યક્ષ અથવા સભ્ય, કચેરીના કલાર્ક, નિરીક્ષકશ્રી એ ફરજિયાત હાજર રહેવાનું રહેશે.

(૨) કેન્દ્ર આચાર્યશ્રીએ પોતાના તાબા હેઠળની શાળાઓમાં જ્યાં ભંગાર નિકાલ થતો હોય ત્યાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. 

(10) ભંગાર નિકાલની યાદી કેન્દ્ર આચાર્યશ્રીએ પોતાની પેટા શાળા ની ડેડસ્ટોક ની એટલે કે ભંગાર નિકાલ ની યાદીની ચકાસણી કરીને ત્રણ દિવસમાં કેન્દ્ર આચાર્યશ્રીએ તૈયાર કરી એક શાળા કક્ષાએ એક કેન્દ્ર કક્ષાએ અને એક નિરીક્ષકશ્રીને  પત્રકો જમા કરાવવાનું રહેશે.

(11) તમામ કેન્દ્ર શાળાઓએ પેટા શાળાની યાદી એકત્રિત કરી તેની softcopy નિરીક્ષકશ્રીને મેલ કરવાનો રહેશે. 

(12) ભંગાર નિકાલના દિવસે આચાર્યશ્રીએ કોઈ એક શિક્ષકશ્રી ને વિડીયોગ્રાફી કરાવીને તેની સીડી ની કુલ બે નકલ તૈયાર કરવાની રહેશે જે એક શાળા કક્ષાએ અને એક કચેરીને જમા કરાવવાની રહેશે.  

(13) (૧) પંચરોજકામ, (૨) આચાર્યશ્રી નું પ્રમાણપત્ર (૩) કેન્દ્ર આચાર્યશ્રી નું પ્રમાણપત્ર (૪) ભંગાર નિકાલની વજન દર્શાવેલ ની પહોંચ (૫) ભંગાર નિકાલ કરવામાં આવેલ હોય એ જ વસ્તુઓની યાદી આ તમામ પાંચ બાબતોની ફરજિયાત કુલ ચાર નકલો બનાવવાની રહેશે.

(14) કેન્દ્ર આચાર્યશ્રીએ પોતાના તાબા હેઠળ આવતી પેટા શાળાઓની ભંગાર ની યાદી સાથે પ્રત્યક્ષ મુલાકાત લઈને સાધનોની ચકાસણી કરવાની રહેશે તેમજ વસ્તુઓ છે કે કેમ તે અંગે સ્પષ્ટ અભિપ્રાય સાથે અને યાદી સાથે કેન્દ્ર આચાર્યશ્રીએ પ્રમાણપત્ર આપવાનું રહેશે જ્યાં દેખાય ત્યાં નિરીક્ષકશ્રી નું ધ્યાન દોરવાનું રહેશે.

(15) તમામ આચાર્યશ્રીને જણાવવાનું કે ભંગાર નિકાલ કરવા બાબતે આપની શાળામાં ભંગાર રહી ન જાય તેની તકેદારી રાખવી અન્યથા આપની વ્યક્તિગત જ્વાબદારી રહેશે.

16.) જે શાળાઓ મર્જ અથવા સ્થળાંતર થઈ હોય તેવી શાળાઓમાં ભંગાર નિકાલ બાબતે હાલ જેમની પાસે ચાર્જ હોય તેમણે ભંગાર નિકાલની કાર્યવાહી કરવાની રહેશે. 

17) દરેક યાદી /પાનાં ઉપર શાળાનો રાઉન્ડ સીલ અને શાળાના આચાર્યશ્રી એ સહી કરીને પ્રમાણિત કરીને જમા કરાવવાનું રહેશે. 

18) ભંગાર નિકાલને લગતી તમામ વિગતોનું સોફટકોપી માં ફોલ્ડર બનાવી કોમ્પ્યુટરમાં સેવ રાખવાનું રહેશે. 

19) દરેક પત્રકોમાં ભંગાર નિકાલ કરવાના કારણની વિગત ફરજીયાત લખવાની રહેશે. 

20) શાળાનો ભંગાર નિકાલ થયા બાદ કચેરીનો આદેશ /સૂચના ના મળે ત્યાં સુધી ડેડેસ્ટોકમાંથી બાદ કરવી નહીં.  


Comments